માત્ર બોલવું નહીં.. ક્યારેક થોડું સાંભળવું..
માત્ર સાંભળવું નહીં.. ક્યારેક થોડું સમજવું..ઇશાન ઠક્કર
માત્ર સમજવું નહીં.. ક્યારેક થોડું વિચારવું..
માત્ર વિચારવું નહીં.. ક્યારેક થોડું પુછવું..
માત્ર પુછવું નહીં.. ક્યારેક થોડું શીખવું..
માત્ર શીખવું નહીં.. ક્યારેક થોડું શીખવાડવું..
માત્ર શીખવાડવું નહીં.. ક્યારેક થોડું ચકાસવું..
માત્ર ચકાસવું નહીં.. ક્યારેક થોડું ટોકવું..
માત્ર ટોકવું નહીં.. ક્યારેક થોડું પંપાળવું..
માત્ર પંપાળવું નહીં.. કયારેક થોડું વઢવું..
માત્ર વઢવું નહીં.. ક્યારેક થોડું સમજાવવું..
માત્ર સમજાવવું નહીં.. ક્યારેક થોડું સમજવું..
માત્ર સમજવું નહીં.. ક્યારેક થોડું બોલવું..
માત્ર બોલવું નહીં.. ક્યારેક થોડું સાંભળવું..