મારી નાનકડી તરતી નૈયાને,
તું ફરી ચલાવવા ક્યારે આવી?
ઉછળ ફૂદ કરતી લહેરો સાથે,
તું સંગાથ ભીંજાવા ક્યારે આવી?
મઝધારે ઉભી મારી નાવડીને,
તું કિનારો બતાવવા ક્યારે આવી?
આ અદ્ભૂત દરિયાઈ દ્રશ્યને,
તું સાથે નિહાળવા ક્યારે આવી?
આ દરીયાનો કિનારો છોડીને,
તું રેત બની તરવા ક્યારે આવી?
દરિયામાં ભટકેલી મારી નૌકાનો,
તું કિનારો બનવા ક્યારે આવી?
ભેખળમાં અથડાતા મોજાની જેમ,
તું “અર્શ” ને સ્પર્શવા ક્યારે આવી?
અજય ગૌસ્વામી “અર્શ”