માલગાડીના ડબાઓ ખડી પડયા,
માડીજાયા ભાઈઓ ખડી પડયા.
ગામમાં એમની એકચક્રી હાક હતી
નાની વાતમાં ભાઈઓ લડી પડયા.
કરોડોની કિંમતની મિલકતના માલિક,
લોટા-છીબાની વહેંચણીમાં રડી પડયા.
બોલો ઝગડાનું કારણ નક્કર નહીં હોય ,
આંખથી આંખ વંકાઈ એટલે નડી પડયા.
ભલે કે ડાંગે માર્યા પાણી જુદા ન પડે,
કાન ભંભેરણીથી ભાઈઓ અડી પડયા.
ભરત વૈષ્ણવ