આવેલ તકને ઉપાડી લેવાની,
સમયને મુઠ્ઠીમાં બંધાય ખરા?
અજવાળું ખુદનું બની જવાનું,
રાતને કદી પણ કોસાય ખરા?
આમ તો ખમી જ શકાય વાર,
પણ પોતાનાનો પોસાય ખરા?
અન્યના ગણાવાય છે વારે વારે,
દોષો ખુદના કદી જોવાય ખરા?
દરદ અને દરદ ચોતરફ કળાય છે,
આમ વારે ને ઘડીએ રોવાય ખરા?
નિલેશ બગથરિયા “નીલ”