ખલીલ ખોળિયું ખાલી કરી ગયો છે.
ને લોકો કહે છે એ અચાનક મરી ગયો છે.
ને એ છે શબ્દોનો છલકાતો જામ.
રહેશે કાયમ છલકતો મલકતો આમ.
બસ એ ભરવાને નવો જામ જરી ગયો છે.
ખલીલ ખોળિયું ખાલી કરી ગયો છે.
રહેવાનો એ મહેફીલ મહેફીલ મંડરાતો.
ને એણે રાખ્યો છે નેહ જગતથી નાતો.
શહેજાદીનાં ખોળામાં સિતારો ખરી ગયો છે.
ખલીલ ખોળિયું ખાલી કરી ગયો છે.
મેલી ગયો ઘૂંઘવતો મહાસાગર ગઝલોનો.
ને એણે આદર્યો પ્રવાસ મહેફુસ મઝલોનો.
સમજો એક શાયર ભવ સાગર તરી ગયો છે.
ખલીલ ખોળિયું ખાલી કરી ગયો છે.
ને વગડાવો આખા શહેરમાં શરણાઈ.
એક ગઝલ હળવે હળવે રહી છે શરમાઈ.
એક શેર ‘દેવ’ કોઈ ગઝલને વરી રહ્યો છે.
ખલીલ ખોળિયું ખાલી કરી ગયો છે.
દેવાયત ભમ્મર