સમજાવવા વાળા ઘણા મળશે પણ,
જે તમને સમજે ને એ હોય મિત્ર..
જેને કોઇ વાત કહેવી ના પડે બસ,
ખામોશીને સમજી જાય એ હોય મિત્ર..
પોતાની જીંદગી વ્યસ્ત હોય તો પણ,
સમય પર સાથ આપે ને એ હોય મિત્ર..
જીંદગીમાં ગમે તેવી તકલીફ પડે ને,
ચહેરો હંમેશા હસાવી જાય એ હોય મિત્ર..
મિત્રોની યાદો સદાબહાર હોય છે તોયે,
યાદમાં જેની આંખ છલકાય એ હોય મિત્ર..
✍️ કાનજી ગઢવી