ખુદા રસ્તો દેખાડે,ચાલવું તો ખુદને જ પડે;
સામે હો આયના છતાં,ભીતર ઝાંકવું તો ખુદને જ પડે.
આલીશાન ઈમારત સમ ટકાવવા સંબંધોને;
પાયાનો પથ્થર બની, ધરબાવું તો ખુદને જ પડે.
પૂછો વાંસળીને હોઠો સુધી કંઈ અમથું નથી પોહચાતું!
પામવા પ્રેમને, કપાવું તો ખુદને જ પડે.
પવિત્રતા ની પરીક્ષા તો અગ્નિ સાક્ષીએ લઈ લીધી!
શું નઈ હોય ખબર રામને,ગુમાવવું તો ખુદને જ પડે?
શું ફાયદો મળ્યો સાથ કુહાડાને દઈને?
ઊભા રહેશો સામે તોયે, વેરાવું તો ખુદને જ પડે.
રાજશી બારિયા