હાં, હતો તુજ થકી જે કિનારો,
તુજ વિના સાવ છે એ ઉઘાડો!
એક તરફી હતો પ્રેમ મારો,
એક તરફી રહ્યો છે બિચારો.
ના રહ્યો તુજનો જો સહારો,
ના રહ્યો મુજનો પણ સહારો!
આંસુ રોકી ના શકશે, તમારી
આંખને રૂબરૂ તો કરાવો!
જાત બાળી હતી ને પછી થ્યો,
એક સારો મજાનો નજારો!
આપને કાજ તો હું નમું હે?
લો, નમાવી શકો તો નમાવો.
આ કરો છો નકલ, ને અમારી?
હો શકે તો ખુમારી બતાવો.
હા, અમે તો અમારી ચલાવી,
ને તમે પણ તમારી ચલાવો!
તુજ કને હોય હાજર જવાબો,
અક્ષ હો ના શકે તું નમાલો.
– અક્ષય ધામેચા