મારું મન તારી પસંદગીમાં આવીને અટકી પડયું
એ વાત નો અમને ખેદ છે.
તમે એક રમત રમી ગયાં મારી જોડે
એ વાતનો અમને ખેદ છે.
કે જુગારમાં તને હારી જાઉ એવો હું પાંડવ નથી,
તમે મને ના સમજી શકયા,
એ વાત નો અમને ખેદ છે.
જુઠાણું બોલવું ને દિલ જીતવું એ મારી પ્રકૃતિ નથી,
પણ તારી જૂઠાણી વાતોને અમે સાચી માની ગયાં,
એ વાત નો અમને ખેદ છે.
– ભાવિક શ્રીમાળી