અમે દિલની જોડણી ખોટી કરી,
તમે અમારી ખોદણી ખોટી કરી.
તમે પ્રેમને ઠોકર મારી જતા રહ્યા ,
અમે એમની ઉજવણી ખોટી કરી?
તમે કાયમ નફરતની વાવણી કરી,
અમે પાકની લણણી ખોટી કરી?
વિકાસ કરવા વૃક્ષનો વિનાશ કર્યો,
અમે વિકાસની માંડણી ખોટી કરી.
દૂર ગયા પછી તેની કિંમત સમજાય,
અમે સનમની સતામણી ખોટી કરી.
ભરત વૈષ્ણવ