નથી એ ખ્યાલોમાં માંગતી ખાલી કોઈ ગઝલ
અમે તો લખી રહ્યા છીએ જામ ભરી ગઝલ
હસતાં હતા એમ જ તો સપનામાં આવી એ નજર
ખીલતા ગુલાબી રંગના ગુલાબોમાં લાગી એ ગઝલ
દર્દના ઘણા થયા ઈલાજ એમ કહી શકાય નહી
લીધી ઔષધિ ઘણી એ પણ લાગી ગઈ ગઝલ
સુરતના ઠેકેદારો રંગતના કાયમી બની રહ્યા
ધારેલી આશમાં એ નઠારી બની ગઈ ગઝલ
રોજના કહું તનુ એ પણ આજ કથા બની ગઈ
ફરી એકવાર જીવન જીવવામાં ગઝલ બની ગઈ.
હર્ષા દલવાડી