વાત સીધી ને સટ હોય કહેવાની
બાકી ખોટું પડે પછી તો ગણગણ.
બીજા સામે ચીંધાતી આ આંગળી
અવગણે ભૂલો પોતાની મણ મણ.
ઉગવું છે સૌને અહીં તો લીલુંછમ
પણ ભીતર રાખે જ સાવ રણ રણ.
થઈ જાય જાય ચોક્કસપણે કામ
વચ્ચે ન આવે જો કદીયે પણ પણ.
કડવું ભલેને લાગે આ જગે બધાને
સત્ય તો કોઇ પણ હાલે ભણ ભણ.
ને, મજબુત રહેવું હોય હમેંશ માટે
ચરિત્રની ઈમારત ઉમદા ચણ ચણ.
– નિલેશ બગથરિયા “નીલ”