આપણું ઘર આખુંય વિશ્વ ગણાય
હાલ જે જાણે ચેતતો નર ગણાય.
જાગૃતિ અપનાવો જ્યારથી તમે,
જાગતી એ ચોક્કસ પળ ગણાય.
એકલતા ભારી લાગે કહેશો નહીં,
આંતરિક સંવાદની એ તક ગણાય.
ને મને કશું ન થાય સંભળાય ભારી,
પણ એ કારણ વગરની રટ ગણાય.
આજ બંધ રહો તો કાલ ખુલી શકો
સમજો આ તો ઉજળું સત ગણાય.
નિલેશ બગથરિયા “નીલ”