લખાય કદી આ જગે હવે તો
કાગળ થવાની વાત ગમશે.
વર્ષો પછી પણ જો ખખડે તો
સાંકળ થવાની વાત ગમશે.
વરસવાનું ને પાછું સમયે તો
વાદળ થવાની વાત ગમશે.
સુદામા જેવું માહ્યલે મળે તો
તાંદુળ થવાની વાત ગમશે.
ને જલાવા આ જૂઠ મળે તો
દાવાનળ થવાની વાત ગમશે.
રચના: નિલેશ બગથરિયા “નીલ”