મંઝિલ આ સામે દેખાય રોજે
આફતને અવસર જાણી ગયો છું.
હસતો ચહેરો કાયમ રહે છે.
પીડાને સમયે પામી ગયો છું.
સુંદર થયું છે લોકો કહે છે
કાર્યને પૂરું તાગી ગયો છું.
પથ આ હવે ફળતો જ રહે છે
પ્હોરે પહેલી જાગી ગયો છું.
માણસ તરીકે જીવી આ લોકે
સાચે જ દિલથી નાચી ગયો છું.
– નિલેશ બગથરિયા “નીલ”