આવો ભક્તો ચોટીલા ડુંગરે થી ચામુંડેશ્ર્વરી તેડાવો રે..
બારોઈ ગામે ચામુંડા માનો ગરબો મુકાવો રે..
આવ્યા નોરતે માનો ગરબો કોરાવો રે…
હરખી રહી ગરબો બાજોઠે
પધરાવો રે
માના ગરબે દીવે તેલ પૂરી પ્રગટાવો રે..
ગરબે લાલ લીલી ચુંદડી
ઓઢાડો રે..
માહેં ઝગ મગ તારલા જડાવો રે…
માનાગરબે ઊભું ત્રિશૂળ ખોડાવો રે..
રૂડા ત્રિશૂળે સિંદૂરી લેપ કરાવો રે..
આવો ભક્તો ચામુંડા મા નો ગરબો ગવરાવો રે..
માનો ગરબો ફૂલ હાર ગજરે
સજાવો રે..
માના ગરબે મીઠા મીઠા પ્રસાદ ધરાવો રે.
દુહા ગીત છંદો ગાઈ ગામ ગજાવો રે..
આવો ભક્તો ચામુંડા માનો ગરબો ઝીલાવો રે…
માના ગરબે ધૂપ દીપ હવન કરાવો રે…
રંગે આનંદે મા આધ્ય શક્તિ ને મનાવો રે…
માના પરચા સત સત સૌને
સમજાવો રે..
ઝૂમી ઝૂમી નવ નવ નોરતે માને હરખાવો રે…
મા તમે કોકિલા ને સાચી રાહે ચડાવો રે….
આવો ભક્તો ચામુંડા મા ને બારોઈ ધામે શોભાવો રે…
આવો ભક્તો ચોટીલાડુંગરે થીચામુંડેશ્ર્વરી તેડાવો રે…