મુને એકલી જાણીને કાન છેડી રે
પછી કઈ દવ જશોદાના કાનમાં
મારો મારગડો રે…
મારો મારગડો છોડીને હાલતો થા
પછી કઈ દવ જશોદાના કાનમાં
મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર ને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની કાન
મારો છેડલો ના ઝાલ તને કઈ દવ છું
પછી કઈ દવ જશોદાના કાનમાં
બેડલું લઈને હું તો સરોવર જઇતી ત્યાં
પાછું વળીને જોયું બેડલું ચોરાઈ ગ્યું
મારા બેડલાના ચોર મારે કેમ લેવો ગોતી
દઈ દે બેડલું રે ઓ મારા કાનજી
મારો મારગડો છોડીને હાલતો થા
પછી કઈ દવ જશોદાના કાનમાં
મુને એકલી જાણીને કાન છેડી રે
પછી કઈ દવ જશોદાના કાનમાં.