વ્યથા એક ભારતની,
અંગ્રેજ સામે ઝઝૂમે ગાંધીજી,
કરી હાકલ છોડો ભારત,
સત્યાગ્રહ કરે ગાંધીજી,
બાલ, પાલ કે લાલ હોય,
કે હોય ચાચા નેહરુજી,
અડીખમ સરદાર ઉભા છે ને,
અહિંસા માર્ગે ચાલે ગાંધીજી,
સ્વદેશી નો નારો ગજાવે,
દાંડીકૂચ કરે ગાંધીજી,
નહિ ચાલે હવે કાંઈ જોહુકમી ,
અંગ્રેજો ને ભગાડે ગાંધીજી,
નીકળે જ્યાં આઝાદીની વાત,
યાદ આવે ત્યાં ગાંધીજી,.
હોય જ્યાં દેશપ્રેમ ની વાત,
યાદ આવે ત્યાં ગાંધીજી.
પારુલ ઠક્કર “યાદે”