ઉચે આકાશે ઉડતી કોઈ ચીલ છે,
સખી તારા ગોરા ગાલે હજુ ખીલ છે.
ઢાકાની મલમલમાં લોખંડની કીલ છે
સખી તારા ગોરા ગાલે હજુ ખીલ છે.
સોનેરી દેહમાં ખીલની મેખ જેવી ફીલ,
સખી તારા ગોરા ગાલે હજુ ખીલ છે.
જવાનીના કામણ ધીરે ધીરે ઢળી રહ્યા,
તો પછી તારા ગોરા ગાલે કેમ ખીલ છે?
કોઈ બેકાળજી કે બેદરકારીનું બીલ છે?
સખી તારા ગોરા ગાલે હજુ ખીલ છે.
સૂરજની ખબર નથી,ચાંદમાં ખીલ છે,
સખી તારા ગોરા ગાલે કેમ હજુ ખીલ છે.
સખી ગાલને ચુમવામાં અમે ઢીલ રાખી,
કેમ કે સખી તારા ગોરા ગાલે હજુ ખીલ છે.
ભરત વૈષ્ણવ