ભૌતિક સુખ થકી હુ પણ,
અંતરના સુખ થકી તમે છો ગુરુજી
હોવ હુ વિશ્વાસુ તૌ
મારા વિશ્વાસમા તમે છો ગુરુજી
અસફળતા જો હોય મારી,
તો મારી સફળતામા તમે છો ગુરુજી
હોય કર્મ સારુ મારૂ કૈક,
તો મારી પ્રેરણામા તમે છો ગુરુજી
જયાં હોવ એકલો હુ,
ત્યાં સંગાથ મારે તમે છો ગુરુજી
હાથમા કલમ હોય મારી
તો કલમની વાણીમા તમે છો ગુરુજી
જો હોય મારા સંબંધો વિશ્વાસના તો ,
એમાથી વિષ દૂર કરી એનો શ્વાસ તમે છો ગુરુજી
છે સંસારસાગરમાં ભરતી ને ઓટ તો,
મારી જીવન નૈયાનાં સુકાની તમે છો ગુરુજી
હોય મૃત્યુ અટલ સત્ય જીવનનું તો,
એ જીવનના તારણહાર પરમ સત્ય તમે છો ગુરુજી