નથી કરતો ઠાઠ એ
ન કરતો કદી શણગાર એ
છતાં સજ્યો-ધજ્યો એ લાગે
કરતો જ્યારે સદા-બહાર એ,
શબ્દો પણ ખુટી પડે છે
વાત કરતા એ સાજ-શણગાર ની
છતાં એ કહેવાઈ જાય છે / લખાઈ જાય છે
વાત એ ઉપસંહાર થી,
ભૂરા રંગની ચાદર નીચે
સજી બેઠો એ સાજ-શણગાર છે
નથી રહેતો સજ્યો-ધજ્યો એવો
એનો ઠાઠ એ જ શણગાર છે,
ફંફોળતા ખુદને
એ મળતો ના કદી
રહેતો હંમેશ એ સાથમાં
કહેતો ના એ કદી
હું એને મળ્યો કે એ મને મળ્યો
મુલાકાત ગોપનીય થઈ ગઈ
એ મળ્યો એ રીતે જાણે
મને અગણિત સ્પૃહા થઈ ગઈ…..
સંકેત વ્યાસ (ઈશારો)