ગોરંભાયેલું આકાશ,ને નિતરવા મથતું નભ,
પ્રજ્વલિત અગન ભિતર તણો,
વરસ તું વરસ.. અનરાધાર વરસ..
શીદને વાર લગાડ..
ઘૂઘવતો, ગરજતો ને..ફીણ ફીણ થઈ ને,
તૂટતો દરિયા સમો હું,
મેઘલી માદક સંધ્યાનું અવની પર રેલાવું સમી સાંજે,
ને મંદ મંદ સમીર ની સુરાવલી ના સપ્ત સૂરો વચ્ચે,
નિશા તણો છેડલો ઝાલી ને નવોઢા શી ચાલે તારું આવવું,,,,
આહ!!! કેટલું .. આહલાદક…
તારા કેશુઓના કામણગારા નર્તન અને
તારા ગાલમાં પડતાં ખંજનમા,
સમાયેલ રૂપાળો કાળો તલ,
ને વળી, નશીલી આંખો માં ઊભરાતો સાગર
ખીલતી કળી સમા અધર તણો પમરાટ
આહલાદક લાગે મને..
જયશ્રી શિયાલવાલા.