કેવી રીતે કહું શું અને કેટલું પાછળ રહી ગયું?
બાળપણની વાતો યાદ કરતા તો ઘણું યાદ આવે છે પણ,
ઘણું બધું મેળવ્યું અને ઘણું બધું પાછળ રહી ગયું
નિશાળે જવાની આનાકાનીથી લઈ બગીચામા જવાની જીદ સુધી ઘણું મેળવ્યું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
મિત્રો સાથે રમવાની મજા અને ઘરે જતા મોડું થતા મળતી સજા પણ,
છતાંય ઘણું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
રસ્તા ઉપર રમતો રમવી અને વાગ્યા પછી મોટે મોટેથી રડી ગામ ભેગું કરવું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
જેણે પહેલી વાર જોઈને પેટમાં ગલગલીયા થવા અને અની સાથે વાત કરવામાં બીક લાગવી પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
દિવાળીમાં બાજું વાળા ઘરની બારીમાં ફટાકડો મૂકી ફોડવો પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
નવરાત્રીમાં મોડા સુધી ગરવા રમવા અને પછી સવારમાં નિશાળે મોડા જવું પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
નિશાળમાં કોઈના જન્મદિવસની મળેલી ચૉકલૅટ પણ ખૂબ મીઠી લાગતી પણ,
છતાંય ઘણું બધું પાછળ રહી ગયું
જ્યારે જુવાનીમાં પગ મૂક્યો ત્યારે ખબર પડી ઘણું બધું નહિ પણ,
પુરેપુરું બાળપણ પાછળ રહી ગયું
– કિંજલ પટેલ (કિરા)