નામે ખાલી ચાર દિવાલ ને એક છત
કહોને કેવી રીતે કહી શકાય એ ઘર?
સ્નેહ તાંતણે સંબંધો વણાય ઘરમાં,
ગણાય એ જ સાચું ઈશે દીધેલું વર.
કદર જેવું ભીતરે સૌના મળતું જ રહે,
પછી તો સ્નેહ વરસતો મળે તરબતર.
એકબીજા સાથે સંવાદ સધાતો જ રહે,
વિવાદનો પછી છે બિલકુલ નકામો ડર.
નરવાં વિચારો રહે ને ગરવી રહે વાતો,
ઉંચેરો ગણાશે જ એ ઘરનો પછી દર.
નિલેશ બગથરિયા “નીલ”