બુદ્ધીની વાતો, ને સમજ ની વાતો
ઘુવડ કરી રહ્યુ છે સુરજ ની વાતો…
એ હતા ઉતાવળમાં એટલે દોસ્તો
બે ઘડી બેસી કરી ગયા ધિરજ ની વાતો…
પ્રેમ આમારો બહુ જ ચર્ચાયો કેમકે
લોકોને ગમી કરવી અચરજની વાતો…
પાયા મહીની ઈટ વિસરાઈ ગઈ “વિજ”
અને પુજારી કરતો રહ્યો ધ્વજ ની વાતો…
~ વિઝન રાવલ “વિજ”