ઘેરી રાખ્યો મને અવાજોએ,
એમ બાંધ્યો નવા ખયાલોએ.
નામ શ્રદ્ધાનું નંદવાઈ ગયું,
નામ બોળ્યું છે આ જ વાડોએ.
એણે અમને ઘણાં બગાડ્યા છે,
વર્ગખંડોની આ દિવાલોએ.
હુંય પાળી હવે નથી શકતો,
એવો મુજને ડરાવ્યો ગાયોએ!…
દેવ ભક્તિનો લાભ ના આપ્યો,
બાળકોના સખત સવાલોએ.
અશ્રુઓથી વધારે ભીંજાયા,
રાજનિતી રમી રૂમાલોએ.
મૂંછવાળાને પણ રડાવ્યા છે,
ડુંગળીની તમામ જાતોએ.
મ્હેક” સિદ્દીક”ત્યજી દીધી એણે,
મોઘવારીથી મુજ ગુલાબોએ.
સિદ્દીકભરૂચી.