સમી સાંજના શણગારે,
એ હળવો હળવો પવન ફૂંકાતો હતો…
લીમડાની ડાળીઓ જાણે
ઝાકમઝોલાં ખાતી ડોલતી હતી…
ચાંદ આકાશમાં એનું નૂર વિખરાવતો હતો…
એ પવનની ઠંડી ઠંડી લહેર,
ચહેરાને એક અનોખી ઠંડક આપીને ચાલી જતી હતી…
પણ દવાખાનામાં આજે એ જ શોર હતો,
અને ક્યાંક કોઈના ચહેરા પર સન્નાટો હતો…
એ વચ્ચે આ મન કૂદકા મારતું ક્યારેક,
માના ખોળામાં મળતાં એક સુકુનનો અહેસાસ કરાવતું હતું…
તો ક્યારેક વળી એ નાની બહેનની વાતો યાદ કરાવતું હતું,
ને વળી પાછું ધમાલ મારા નાના ભાઈને યાદ કરાવતું હતું…
આ ચંચળ મન ક્યારેક આમ આ હોસ્ટેલની દુનિયા છોડીને
લાગણીઓથી ભરેલા ઘરમાં જતું રહેતું…
બસ થોડીક ક્ષણો પછી ભટકતું મન શાંત પડ્યું,
ને છેવટે યાદ આવી પોતાની ફરજો ને પડ્યું આ શાંત મન…
આ ક્ષણો મનને દિવસમાં ઘણી વાર માણવાની ઈચ્છા થાય પણ,
ફરજોની વચ્ચે દબાયેલું મન પાછું શાંત પડી જતું હતું……