ખાલીમખમ આયનાને
ચાંચ મારી-મારીને
ટોચ્યા કરતી ચકલી કદાચ –
આકાશનો રસ્તો ભૂલી તો નહીં ગઈ હોય!
પાંખને બદલે ચાંચથી
આકાશને શોધતી
નાદાન ચકલીને કોણ સમજાવે કે,
આયનાના આકાશમાં ઊડી શકાતું નથી!
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...