કાળી,પીળી ને ભૂખરી રૂડીરૂપાળી ને નાજુક ચકલીઓ,
ઈજિપ્શિન રૂની પુણીને કાંતતા ચરખાની તકલીઓ.
વજનમાં દીવાસળીનાં ખોખા જેવી વજનદાર ચકલીઓ,
વજનમાં મગફળીના ફોફા જેવી વજનદાર ચકલીઓ.
ખીચડીયા,જીરાસાર , પાકા નહી પણ બાસમતી જેવી સ્વાદીલીઓ,
વેપારીના વરસભરના હિસાબોના લેખાજોખા જેવી અસલીઓ,
પાચસો કે બે હજારની અસલી દેખાતી નોટો જેવી નકલીઓ,
ઘરવાળી કરતા વધારે વહાલી નખરાળી માનો કે સાલીઓ.
જેના ઘરે દીકરી હોય જ નહી તેને દીકરીની માયાની શી ખબર?
કાળી,પીળી કે ભૂખરી ચરકલડીઓ મા બાપની લાડલીઓ!!
ભરત વૈષ્ણવ