આપનું ઘરથી નીકળવું યાદ છે,
ચાંદની રાતોમાં મળવું યાદ છે.
ચાંદ જોવાની ખુશીના ગૅલમાં,
તીવ્રતાથી એમ ભળવું યાદ છે.
જેમ રણને હોય છે ઊંડી તરસ,
એમ આવીને વળગવું યાદ છે.
ચકચકિત ધરતી દીપે એ રીતે,
કેફમાં , મસ્તીમાં હસવું યાદ છે.
રોજ હસ્તી મોજમાં ગાતી ગઝલ,
અર્થમાં મનને પલળવું યાદ છે.
દિલ-કલમથી એ લખેલા પત્રને,
હર વખત તારૂં તડપવું યાદ છે.
સ્વપ્નમાં ધીમેથી તારૂં આવ્વુ,
ને હરદય મારૂં ધડકવું યાદ છે.
રૂપથી’ સિદ્દીક’ ભ્રમિત કરવા મને,
કાચમાં મેકપથી સજવું યાદ છે.
સિદ્દીકભરૂચી.