ચાલો વહાલા બાળકો! ગમ્મત કરીએ!
થોડી વાતો થોડી રમત કરીએ!
જઈએ આ જગ્યાથી દૂર!
ઝાડના છે ધરતીની અંદર મૂળ!
ધ્યાનથી જો જો પથમાં છે શૂર!
પવન ઉડાડે છે ઊંચે ઊંચે ધૂળ!
ચાલો વહાલા બાળકો!ગમ્મત કરીએ!
થોડી વાતો થોડી રમત કરીએ!
ગીર, હિમાલય, વીંધ્યાની યાત્રાએ!
ગંગા, યમુના,તાપી,નર્મદાની જાત્રાએ!
મોગરો, ગુલાબ,સૂરજમુખીની સોડમ લઈએ!
આપણું જીવન, આપણી યાત્રા મહેકાવીએ!
ચાલો વહાલા બાળકો!ગમ્મત કરીએ!
થોડી વાતો થોડી રમત કરીએ!
સૂરજની રોશનીના રંગો લઈને!
ચાંદની ઠંડકનો સંગ લઈને!
તારાઓની ઝગમગતી પેન્સિલ બનાવીને!
નવીન નવીન, સોનેરી સપનાના ચિત્રો બનાવીએ!
ચાલો વહાલા બાળકો!ગમ્મત કરીએ!
થોડી વાતો થોડી રમત કરીએ!
ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓનું પઠન કરીએ!
એના ચિરંજીવી ગીતોનું ગાયન કરીએ!
ગરબે રમી રમીને પ્રાર્થના સાથે વ્યાયામ કરીએ!
કાવ્યો, ગીતો, વાર્તાઓનું હંમેશા રસપાન કરીએ!
ચાલો વહાલા બાળકો!ગમ્મત કરીએ!
થોડી વાતો થોડી રમત કરીએ!
જીવન અમૂલ્ય છે, જ્ઞાન લેવાની તક છે એ!
એક બીજાનો હાથ પકડી સાહસ કરીએ!
થોડું હું, થોડું તમે કર્મદાન કરીએ!
ચાલો બાળકો, આજે એક નવી યાત્રાનો પ્રારંભ કરીએ!
ચાલો વહાલા બાળકો!ગમ્મત કરીએ!
થોડી વાતો થોડી રમત કરીએ!
– બુરહાન