ચાલ કરું હું રોષ ખોટ્ટો,
તું ખોટ્ટી કરજે રીસ,
કોણ કહે છે પચાસ થયા,
વરસ થયા છે એકવીસ;
તારે ગાલે શરમનાં પડે શેરડા,
સ્મિત તારું લજ્જાળુ,
હજીય તીખા તીર નૈનનાં,
મારી ભીતર પાડે ભગદાળુ;
એ જ હજી હું મીણનો માધવ,
ને નામ તારું માચીસ;
કોણ કહે છે પચાસ થયા,
વરસ થયા છે એકવીસ;
હૃદય ભલેને સ્ટ્રોંગ નથી,
કે દુ:ખે ઢીંચણના સાંધા,
કાબુ બહાર હો કોલેસ્ટ્રોલ
કે બ્લડપ્રેશરના હો વાંધા;
એટલી મીઠ્ઠી વાતો કરીએ,
થાય કાનને ડાયાબિટીસ,
કોણ કહે છે પચાસ થયા,
વરસ થયા છે એકવીસ;
ટીપટોપ થઈ હું બહાર નીકળું,
ને તારોય ડ્રેસ હો ફાઈન,
આતુરતાથી રાહ જોઈએ,
ક્યારે આવે વેલેન્ટાઈન્સ?
ચાલ, ભરબજારે નફ્ફટ થઈને
કરીએ ફ્લાઈંગ કિસ;
કોણ કહે છે પચાસ થયાં,
વરસ થયાં છે એકવીસ.
(From Whatsapp)