ચાલને થોડા મતલબી બની જઈએ,
બધાંને ભૂલી, ખુદ પર ધ્યાન દઈએ,
ચાલને…. થોડું જીવી લઈએ…….
વિતી ગયો સમય સહુનું મન સાચવવામાં,
તો પણ કોઈ તો નારાજ રહી જ ગયું,
બસ બહુ થયું હવે બધાની ખુશી,
હવે ખુદની ખુશી શોધી લઈએ,
થોડી ખુશી સમેટી લઈએ.
ચાલને…. થોડું જીવી લઈએ.
ચેતના ભાટિયા