તું ન મૂકે કામને અને કામ ન મૂકે તને,
એ તો ચાલતું જ રહેશે,
શમાં, ચાલ થોડો સમય કાઢીએે.
થાક ઉતારવા હી સહી, શ્વાસ લેવા હી સહી,
એ બહાને તો મારી પાસે બેસ,
શમાં, ચાલ થોડો સમય કાઢીએ.
થોડું લેપટોપમાંથી માથું ઊંચુ કર,
થોડી મોબાઈલ માંથી નજર ફેરવ,
ચાલને, ફરી આંખો આંખો માં પ્રેમ કરીએ.
લોકડાઉનના લીધે તો તું છો ઘરે,
પણ કલાકો સુધી હું તને જોવા તરસુ છું,
ટીવી નથી જોવું, ચાલને એક બીજાને જોઈએ.
યાદ કર શમાં,
છેલ્લે ક્યારે આપણે ફુરસતમાં બેઠા હતા..!?
છેલ્લે ક્યારે આપણે ખાટ્ટી મીઠી વાતો કરી હતી..!?
ચાલને, થોડી કિલકારી શેર કરીએ.
ક્યારેક પ્રેમ થી પ્રયત્ન કરું છું
અને ક્યારેક વઢુ પણ છું,
એક બીજાના હોવાનો એહસાસ બાકી રાખવો છે,
શમાં, ચાલ થોડો સમય કાઢીએ.
-શમીમ મર્ચન્ટ