ચાલ સખી ફરી એક વાર આ જૂની પળ જીવી લઇએ
ચાલ આજે આ ઢીંગલી જોડે રમી લઈએ
ચાલ એ પોળ ના હીંચકા હિચી લઈએ
ચાલ પેલી આંગણવાડી માં નાસ્તો ખાઈ આવીએ
ચાલ આપણે જોડે નિશાળ જઈ આવીએ
ચાલ એ ટીચર ના જોડે આપને લોક ગીત ગાઈ લઈએ
ચાલ આપને આ જોળી લઈને ગામ માં જઈ આવીએ
ચાલ આપને મહેંદી ના જાડ પરથી મહેંદી લઈ આવીએ
ચાલ પેલા છગન કાકા ને જોડે ઠેકડી કરીએ લઇએ
ચાલ આપને સાથે પગથિયાં રમી લઇએ
ચાલ આ રેતી ના વાસણ બનાવીને રમી લઇએ
ચાલ આપણા ઘર માં લીપણ કરી લઇએ
ચાલ સખી ફરી એક વાર આ જૂની પળ જીવી લઇએ ….
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...