મારેય આજ તારો ચાહક બની જવું છે,
સઘળું લૂંટાવી આજે યાચક બની જવું છે.
આ ઊડવાની ચાહત બંધન બની ગઈ છે,
આકાશ જેમ મારે વ્યાપક બની જવું છે.
મનનું છુપાવવા અભિનય ચાલતો રહે છે.
હર કોઈને અહીંયા નાટક બની જવું છે.
કોઈક એવું વળગણ ખાલી કરે છે મુજને,
ઈશ્વર એ લૈ લે, મારે ભરચક બની જવું છે.
તુજને આ મા ના ખોળામાં ઊંઘ આવી જાશે,
ચલ, જિંદગી ફરીથી બાળક બની જવું છે?
ધ્રુવ પટેલ