પડે સવાર ને ઘર માં હલચલ, ચા મુકો
સાંજની શરૂ થાય કલબલ, ચા મુકો
હો ખૂબ ખુશીનો પ્રસંગ , ચા મુકો
જરા દુઃખની થાય દસ્તક, ચા મુકો
અણગમતાને જલ્દી ભગાડવા, ચા મુકો
મનગમતાંની વાતો સાંભળવા, ચા મુકો
પરીક્ષા હોય કે પરિણામ, ચા મુકો
સંબંધોમાં થયું સમાધાન, ચા મુકો
રંક તવંગર સૌ ને વ્હાલી, ચા મુકો
ચા તો છે અમૃત ની પ્યાલી, ‘ચા મુકો!’
-અંકિતા સોની