આજ કીધી કામ ચોરી.
માન મોભો દામ ચોરી.
હા’ થતો આભાસ એવો,
જિંદગીની હામ ચોરી.
આવશે યાદો તમારી,
એટલે તો શામ ચોરી.
કંટકો લાગે ભજનમાં ,
ને નજરમાં ઠામ ચોરી.
જાણકારી ના હતી ને,
આવડી કાં? રામ ચોરી.
ના જરા આભાસ એનો,
લેય મારું નામ ચોરી.
હોત સથવારો જરા”બસ”,
દે’ત આખો જામ ચોરી.
– છગનભાઇ મકવાણા “બસ”