શું શિયાળો ? શું ઉનાળો ? આપડે બારેમાસ ચોમાસું,
ટાઢ , તડકાની પિંજણ છોડી ગુલાબી ગીતો ગાશું.
હું અને તું સોનેરી
રૂપેરી કડલાની જોડ.
ધબકતાં હૈયામાં
વાવીશું લાગણીનો છોડ.
તારીમારી એક નજરથી રંગીલી દુનિયા જોશું,
શું શિયાળો ? શું ઉનાળો ?આપડે બારેમાસ ચોમાસું .
લાખ કાંટા કંકરની
વાગે મારગમાં ઠેસ,
કુદરતના માલિક પર
નહિ કરીએ કંઈ કેસ.
સુખ દુઃખ ના અવસર હો શું સ્મિત ? શું આંસુ ?
શું શિયાળો ?શું ઉનાળો ? આપડે બારેમાસ ચોમાસું .
કવિ જલરૂપ