છે સંબંધ આપણો, સાવ અછાંદસ,
ચાલને બનાવીએ એને, મૂળે છાંદસ
જો અક્ષરોને છંદના, બંધન ભળે,
બહર એવી રચે જ્યાં, અર્થો મળે
પ્રેમ જ્યોત જલે અખંડ રાત દિવસ
ચાલને …..
આંખ પરથી પાંપણોને, ઉઠાવી લે,
આ પ્રેમ મારો સાચો છે, સ્વીકારી લે
પગલું મેં તો માંડી દીધું, તું ક્યારે માંડશ
ચાલને….
~ દિપેશ શાહ