છે હજારો અડચણો, લડું છું બધા સાથે…
ન મળે જો શાતા તો લડુ છું ખુદ સાથે…
નથી જોઈતું અણહક નું કાઈ, બસ મને હક નું આપો…
નથી કરતી બંદગી હું લડું છું ખુદા સાથે…
પડે સવાર ને એક નવી આશ જન્મે છે,
ન બદલાય જો હાલાત તો લડું છું તકદીર સાથે…
કેમ ચાહત છે એની સાથે જે નથી કિસ્મત ની લકીર માં,
રોજ સતાવતી મને લડું છું એની યાદ સાથે….
આપ્યું છે જેણે જીવન એ પાછું ન લઈ લ્યે ,
ત્યાં સુધી લડું છું હૃદય ના હર એક ધબકાર સાથે…
પારુલ ઠક્કર “યાદે”