જો તમે થઈ ગયા હોય બીજાનાં,
તો મને યાદ કરવાનું છોડી દો.
હું તો આવી જઈશ તને મળવા,
પણ તમે મારું સપનું જોવાનું છોડી દો…
જેમ સમય જાય ને તેમ યાદ વધતી જાય,
જો એ વાત હોય સાચી તો મને યાદ કરવાનું છોડી દો…
નથી જોઈતો કોઈ જાતનો અહેસાસ તારો,
પણ તમે મને પ્રેમ કરવાનું છોડી દો…
હું એ રસ્તે જ ઊભો છું તારી રાહ જોઈને,
પણ તમે હવે એ રસ્તે આવવાનું છોડી દો…
હશે ભૂલ મારી કે તને પસંદ કરવામાં,
હવે મને આ બંધનમાંથી છોડી દો…
ભાવિક શ્રીમાળી