છોડ એ જંજાળ મરવા દે મને,
છું રમતમાં લીન રમવા દે મને.
કાં મને હસતો કરી દે જિંદગી,
કાં પછી બેફામ રડવા દે મને.
આ જગત સાથે લડી લઈશું કદી,
જાતથી મારી જ બચવા દે મને.
ગોખલામાં તું જ છે શું ખાતરી?
તું પુરાવો દે, ન અફવા દે મને.
જિંદગી આખી તને અર્પણ છે પણ,
તારા દિલમાં ક્યાંક જડવા દે મને.
~ખયાલ પાલનપુરી