આ જંગ જિંદગીની જીતવી પડશે આજે
કોરોના ને હરાવીને આજે
કામ -ધંધા શરૂ થઈ ગયા બધાના આજે
બહાર નીકળતા તકેદારી રાખશું આજે
ઘરમાં બેસી રહેવું કોઈને પોસાય નહીં હવે આજે
પણ બારે નીકળતા ધ્યાન રાખવું પડશે આજે
કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું પડશે આજે
નહિતર પરિણામ ભોગવશે આખો પરિવાર આજે
રાખી દુરીનું ધ્યાન કામ કરવું પડશે આજે
સ્વચ્છતા ને દરેક જગ્યાએ ધારણ કરશુ આજે
આ રોગ મહામારી બની ગયો છે આજે
સ્વાસ્થ્ય સારુ રહે એજ ઉપાય બાકી રહીયો છે હવે આજે
બસ થોડું સાવચેત રહેવું પડશે આજે
જીતવી પડશે જંગ આ જિંદગી ની આજે
કોરોના ને હરાવીને આજે
– હેતલ જોષી