છેવટે,
મુંઝવીશ હું ખુદને ક્યાં સુધી
ભીંજવીશ હું ખુદને ક્યાં સુધી
આ નફરતની એ આગ છે
અજાણતા થયેલ સંતાપ છે
આ સંતાપની આડાશમાં
છીપવીશ હું ખુદને ક્યાં સુધી…!
છીપવીશ હું ખુદને ક્યાં સુધી
મુંઝવીશ હું ખુદને ક્યાં સુધી
ના રહેતા એ શરમાઈ જતો
ના કહેતા એ કરમાઈ જતો
અજાણતા થયેલ સંગાથ છે
દોસ્તી સાથે પ્રેમનો પણ એકરાર છે
પ્રેમનો એ એકરાર કરવામાં
અટકાવીશ હું ખુદને ક્યાં સુધી
ખુદને છીપવીશ હું ક્યાં સુધી
ખુદને મુંઝવીશ હું ક્યાં સુધી
જમાના તણી આ ચાલ માં
ખુદને ફંફોળીશ હું કિયાં સુધી…..
સંકેત વ્યાસ “ઈશારો”