જરાક આંસુ આંખથી ઝમી ગયા,
પ્રવાહ કૈક સામટા સમી ગયા.
ન ખાસિયત કોઈ, ખરાબી ના કોઈ,
ગમ્યાં તો બસ અકારણે ગમી ગયા.
કશું તો છે તવંગરોની ભૂખમાં,
ગરીબ નારના ઘરે જમી ગયા.
રમત તો એજ છે સખાય એજ છે,
ફરક છે -એ જુદી રીતે રમી ગયા.
બધાને એજ કારણે ગમ્યા અમે,
મળ્યા જે, એ તમામને નમી ગયા.
જયેશ કુમાર