જરા પણ લાગણી સમજો, સરાસર આપણે ઊભા,
વિચારોનાં મનોમંથને, બરાબર આપણે ઊભા.
છે લાચારી કે ખમતીધર તમારાં આંગણે ઊભા,
છો સમજો આંસું એ તો રક્ત આવી પાંપણે ઊભા.
સમય હોતે અમારી પાસ, તો વાતો બધી હોતે,
તમે કારણ વિના ઊભા, અમે તો કારણે ઊભા.
વહે છે આંસું ઓ દળ દળ, ફરી બાળક ઝરે આખો,
હું ક્યાંથી લાવું તારી મા? બા ચિંતાતુર પારણે ઊભા!
તમારી ભક્તિને દિલથી સલામો પણ હજારો છે,
નથી એ આવવાનાં, તે છતાં વાટે બારણે ઊભા!
જુના ઘાવો થયાં તાજાં મુકી આ કાચ પર પગલાં,
અમારાં જે કરે કણ કણ અમે એવા કણે ઊભા.
થશે ક્યાંથી મિલન બોલો તમે પણ મોં જરા ખોલો,
તમે પેલા પણે ઊભા, અમે તો આ પણે ઊભા!
સફળતા ના મળે ક્યારેય પણ આવી સરળતાથી,
છે દરિયા સી તમન્ના અક્ષ, છો સૂકાં રણે ઊભા.
અક્ષય ધામેચા