જીવનમાં ઘણા બધા જુદા રંગો ફેલાયેલા છે,
દરેક ગુલાલની પોતાની રંગછટા હોય છે,
નીરસ અને તેજસ્વી રંગોનું મિશ્રણ,
સુખ અને દુઃખથી ભરેલું છે આ જીવન.
અગર લાલ છે પ્રેમનો રંગ,
તો છે લોહી અને ક્રોધનો પણ.
ક્યાં હેતુથી લાલ ગુલાલ રાખશું મનની અંદર,
એ તો રહેશે આપણા પર નિર્ભર.
લીલો રંગ છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે,
આસપાસ હરિયાળીની મજા લ્યો, દોડાદોડી શા માટે?
નીલુ અને વાદળી રંગનું છે આકાશ,
અને આ જ દર્શાવે છે સફળતા અને વિશ્વાસ.
ખુશખુશાલ રહો પીળા રંગની સાથે,
આત્મવિશ્વાસ જગળો પોતાના હાથે.
મોહક અને સૌમ્ય છે ગુલાબી રંગ,
આ ભાવ લાવશે જીવનમાં સત્સંગ.
શુદ્ધતા, પ્રામાણિકતા અને સુખ માટે છે સફેદ,
હૃદય સાફ રાખો, ન રાખો કોઈ મનભેદ.
દરેક રંગ આપણને કંઈક નવું શીખવાડે છે,
જિંદગીનો હર ગુલાલ એક નવી શક્તિ આપે છે.
તડકા છાયાના આ જીવનમાં રંગ છે ઘણા બધા,
હર રંગની કિંમત છે, હર રંગની છે જુદી મજા.
દરેક દિવસના હોળી ને રાતના દિવાળી મનાવીએ,
જીવનને સુંદર રંગો અને રોશનીથી ભરી નાખીએ.
શમીમ મર્ચન્ટ