જિંદગી આ તો નિશાળી desk છે,
ને અનુભવથી પલાળે lake છે,
છે સમજ સૌને ખરા ખોટાં તણી,
આચરે ખોટું નસીબે crack છે,
આવશે એ દોડતાં જે આપશો,
કર્મની ગાડીમહીં ના break છે,
ડંખશે છાના કરેલા દોષ પણ,
ચિત્તમાં ભમશે ઝેરીલો snake છે,
પાપ કરતા ના જુએ પાછું કદી,
એમનું ભાવી સદંતર black છે,
“હું કરું છું; હું વિધાતા” માનશો,
જોઇ લેજો આપની mistake છે,
માફ કરતા થાકશે એ શામળો,
ના કહેતા કે પછી retake છે.
પાયલ ઉનડકટ