જિંદગી પણ આ કેવો હિસાબ માંગે છે….
વહી ગયેલી દરેક ક્ષણનો હવે એ હિસાબ માંગે છે..
પૂરી થવા આવેલી આ જિંદગી મારી પાસે હવે…
આ કેવો હિસાબ માંગે છે….
વિતાવી આ જિંદગી કેવી એનો હવે એ હિસાબ માંગે છે…
પોતાની હતી આ જિંદગી છતાં…
કેટલી તે માણી એનો જ આ હિસાબ માંગે છે…
કેટલી તે માણી અને કેટલી તે ખર્ચી એનો જ આ હિસાબ માંગે છે….
પુરી થવાની અણી એ ઊભેલી મારી આ જિંદગી….
મારી પાસે જ હવે આ હિસાબ માંગે છે….
મૃત્યુની સમી જઈ રહેલી મારી આ જિંદગી….
મારી પાસે છેલ્લી ક્ષણોનો પણ હિસાબ માંગે છે…
મારી એ જિંદગી મારી પાસે આજે હિસાબ માંગે છે…
હિસાબ માંગે છે….
~ હેતલ જોષી